Advertisement

Main Ad

ખેરગામના સ્વયંસેવકની હિમાચલપ્રદેશના પોંગડેમમાં નેશનલ એડવેન્ચર કેમ્પમાં પસંદગી.

                                 


ખેરગામના સ્વયંસેવકની હિમાચલપ્રદેશના પોંગડેમમાં નેશનલ એડવેન્ચર કેમ્પમાં પસંદગી.

 સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખેરગામનો સ્વયંસેવક આયુષકુમાર સુભાષભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.8 થી 17/12/2023 દરમિયાન અટલ બિહારી વાજપેઈ ઇન્સ્ટીટયુટ ઓફ માઉન્ટરનીંગ અને એલાઈડ સ્પોર્ટ્સ, પોંગડેમ, હિમાચલ પ્રદેશ ખાતે આયોજિત NATIONAL ADVENTURE CAMP-2023માં ભાગ લેશે. 

આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી ગુજરાત, મહારાષ્ટ્ર કર્ણાટક, તેલંગાણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ વગેરે વિવિધ રાજ્યોના N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. 

જેમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાંથી 6 સ્વયંસેવકો અને 4 સ્વયંસેવિકાઓ મળી કુલ 10 સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ખેરગામની સરકારી કૉલેજનો ખેરગામ વેણ ફળિયાનો SYBAમાં અભ્યાસ કરતો સ્વયંસેવક આયુષકુમાર સુભાષભાઈ પટેલની પસંદગી થતાં તમામ વ્યવસ્થાઓ હાથ ધરાઈ હતી.



Post a Comment

0 Comments