Advertisement

Main Ad

Khergam : તોરણવેરા ગામે આજે કુકણા સમાજ વિકાસ મંડળનો સામાજિક ચિંતન શિબિર યોજાશે

  

Khergam :  તોરણવેરા ગામે આજે કુકણા સમાજ વિકાસ મંડળનો સામાજિક ચિંતન શિબિર યોજાશે

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે કુકણા સમાજ વિકાસ મંડળ ચીખલી ખેરગામ તરફ્થી લગ્ન અને બીજા સામાજિક પ્રસંગોમાં પ્રચલિત ખર્ચાળ અને ખોટી પરંપરામાં સુધારો કરી સામાજિક સમરસતા માટેનો એક ચિંતન શિબિર મંડળ સંચાલિત આશ્રમ શાળામાં રવિવારે સવારે ૯ વાગ્યાથી યોજવામાં આવ્યો છે. લગ્ન અને બીજા પ્રસંગોમાં દેખા-દેખી તથા અનુકરણથી સમાજના અનેક કુટુંબો નિવારી શકાય તેવા બિન જરૂરી ખર્ચા કરી દેવામાં ડૂબી જાય છે. સમાજની રૂઢી પરંપરામાં એકસુત્રતા લાવવી જરૂરી છે. સમાજને ખોટા ખર્ચથી બચાવી એટલીજ રકમ શિક્ષણ અને ધંધા રોજગારમાં રોકી આર્થિક વિકાસમાં વાપરી શકાય. ચતન શિબિરમાં સહભાગી થવા મંડળના પ્રમુખ નવનીતભાઈ ચૌધરી,હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ વિનતી કરી છે.

Post a Comment

0 Comments