Advertisement

Main Ad

Dharampur (Valsad) :ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા સાહેબના હસ્તે કીટ વિતરણ કરાઈ

Dharampur (Valsad) :ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા સાહેબના હસ્તે કીટ વિતરણ કરાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જુલાઈ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા સાહેબના હસ્તે ધરમપુર વિસ્તારમાં વિદ્યાદાન કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ધરમપુરના બીઆરસી ભવન ખાતે અંદાજે ૨૯ દિવ્યાંગ બાળકોને અભિરંગ યુવા ગૃપ દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધરમપુર બીઆરસી કો-ઓર્ડિનેટર નેહલબેન ઠાકોર અને પીએસઆઇ આર.કે.પ્રજાપતિ સાહેબ, અભિરંગ યુવા ગૃપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોની શાળાઓમાં અંદાજે ૩૦૦ વિદ્યાર્થીઓને કીટ વિતરણ માટે ટીમ રવાના કરવામાં આવી હતી.

ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે કીટ વિતરણ કરાઈ માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨...

Posted by INFO Valsad GOV on Tuesday, July 2, 2024

Post a Comment

0 Comments